નવી દિલ્લીઃ શિવ ભક્તો માટે કુંભ સમાન સમય એટલે શ્રાવણ મહિનો. આ દિવસોમાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો તેની પૂજા-અર્ચના કરે છે. સાથે જ સોમવારના દિવસે મહાદેવની ખાસ પૂજા કરવામાં આવે છે. જેમાંથી એક રુદ્રાભિષેક છે. રુદ્રાભિષેક કરવાથી તમે મહાદેવની કૃપાને પાત્ર થઈ શકો છો. એટલે જ તેનું ખાસ મહત્વ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શા માટે રુદ્રાભિષેક?
શિવપુરાણની રુદ્ર સંહિતા અનુસાર શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવો વિશેષ ફળદાયી છે. કહેવાય છે કે તમામ દેવતાઓની આત્મા રુદ્રમાં છે અને તમામ દેવતા રુદ્રની આત્મામાં છે. રુદ્રાભિષેકમાં ભગવાન શિવના પ્રચંડ સ્વરૂમ રુદ્ર અવતારની પૂજા થાય છે.  શ્રાવણ મહિનામાં રુદ્ર જ સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. રુદ્રાભિષેક કરવાની અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો થાય છે અને વ્યક્તિને સમસ્યાઓથી મુક્તિ મળે છે.


કેવી રીતે કરવો રુદ્રાભિષેક?
ઘરે અથવા મંદિરમાં તમે શિવલિંગ પર રુદ્રાભિષેક કરી શકો છે. જો તમે ઘરે રુદ્રાભિષેક કરવાના હોય તો ઉત્તર દિશામાં શિવલિંગ રાખીને પૂર્વની તરફ મો રાખીને બેસવું જોઈએ. અભિષેક ગંગાજળથી શરૂ કરી બાદમાં શેરડીનો રસ, મધ, દહીં, દૂધ જેવા તરલ પદાર્થો અર્પણ કરવા જઈએ. બાદમાં ભગવાન શિવને ચંદન લેપ કરી બિલીપત્ર અને સોપારી અર્પણ કરો. પૂજા કર્યા બાદ ભગવાનને ભોગ લગાવવામાં આવે છે. જે બાદ ભગવાન શિવના મંત્રનું 108 વાર ઉચ્ચારણ કરો અને પછી આરતી કરો. તમે ભગવાન શિવનો અભિષેક કરતા સમયે મહામૃત્યુંજય મંત્ર, શિવ તાંડવ, ઓમ નમઃ શિવાય કે રુદ્રમંત્રનો જાપ કરી શકો છો.


પૂજા બાદ આટલું કરોઃ
બને તો અભિષેક સમય ઘરના તમામ લોકોને હાજર રાખો. અભિષેકમાં એકત્રિત થયેલું પાણી આખા ઘરમાં છાંટો. માનવામાં આવે છે કે, આવું કરવાથી તમામ રોગો દૂર થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક પુષ્ટી નથી કરતુ.)